ગુજરાત એસટી વિભાગ માં ભુજ એપ્રેન્ટિસ પદ માટે જાહેરાત GSRTC Recruitment 2024
Table of Contents
GSRTC Recruitment 2024: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા 2024 માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી કાર્યક્રમ સરકારમાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે શ્રેષ્ઠ તક છે, ખાસ કરીને પરિવહન વિભાગમાં. જો તમે સરકારી ક્ષેત્રમાં સ્થિર નોકરી શોધી રહ્યા છો, તો આ તક તમારા માટે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની ભરતી જાહેરાતમાં આપેલ માહિતી મુજબ, આ ભરતીની જાહેરાત 01 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી, અને અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છે છે, તેઓએ સમયસર, અંતિમ તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી લેવાની રહેશે.
Organization | GSRTC |
પદ | વિવિધ |
અરજી | ઓફ લાઈન ( Off-line) |
છેલ્લી તારીખ | 16 October 2024 |

GSRTC ભુજ એપ્રેન્ટિસ માટે ની ભરતી
સંસ્થાનું નામ : GSRTC
પોસ્ટ નું નામ: એપ્રેન્ટિસ
કુલ જગ્યા: 83
નૌકરી નું સ્થાન : ભુજ (કચ્છ)
અરજી કરવાની રીત: ઓફ લાઇન
લાયકાત
ઉમેદવારે 10 Pass કરેલ હોવું જોઈએ અને ITI માં માન્ય કોર્ષ કરેલ હોવો જોઈએ
GSRTC Recruitment 2024:અરજી માટે પદો
- કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
- મોટર મિકેનિક વ્હીકલ MMV
- મિકેનિક ડીઝલ
- ઑટો ઇલેક્ટ્રિશિયન
- વેલ્ડર
સત્તાવાર માહિતી માટે અહીં ક્લિક કરો
ફી નું ધોરણ
આ માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવી પડશે નહીં.
પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે
GSRTC દ્વારા અરજી કરેલ ઉમેદવારો ની પસંદગી ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે, અને ઇન્ટરવ્યુની તારીખ, સ્થળ માટે ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે, પસંદગી પૂર્ણ થયા પછી દસ્તાવેજ ની ચકાસણી (ડોક્યુમેન્ટ વેરિફિકેશન) અને અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ ID માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી
લાયક ઉમેદવારોને તેમની અરજીઓ સાથે જરૂરી દસ્તાવેજોની નકલ, ITI પ્રમાણપત્ર અને અન્ય માગણી મુજબના દસ્તાવેજો પત્ર દ્વારા જાહેરાતમાં આપવામાં આવેલા સરનામે મોકલવા પડશે.
જો લાયકાત ધરાવો છો તો ભારત સરકારનું એપ્રેન્ટિસ સંબંધિત પોર્ટલ www.apprenticeshipindia.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.તથા તેની સાથે મંગાવવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમ અથવા રૂબરૂ જઈ સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
અરજી નું સરનામું – ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ છે.