Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

અમદાવાદ આકાશ માં બલુન ઉડાવી Ahmedabad Shopping Festival નો ભવ્ય પ્રારંભ

By Sohan Desai

Updated On:

Follow Us
Ahmedabad Shopping Festival

મુખ્ય મંત્રી એ Ahmedabad Shopping Festival માટે બલુન ઉડાવી પ્રારંભ કર્યો છે, લોકો ખરીદી અને મનોરંજન માણશે આનંદ

અમદાવાદ: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બાળકો સાથે બલૂન ઉડાવીને Ahmedabad Shopping Festival નો ભવ્ય આરંભ કર્યો. ફેસ્ટિવલ ના આ પ્રારંભની ઉજવણી દરમિયાન આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા આકર્ષણો યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેસ્ટિવલના વિવિધ સ્ટોલ્સ ની મુલાકાત લીધી, જેમાં આશાવલી સ્ટોલ માંથી તેમણે ડિજિટલ પેમેન્ટ દ્વારા સાડી અને અકીક ની ટ્રે ખરીદી. આ સાથે, મુખ્યમંત્રીએ ટેબલ ટેનિસ રમવાનું પણ આનંદ માણ્યું. ફેસ્ટિવલના આ પ્રસંગે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’ પર આધારિત ફિલ્મનું પણ મુખ્યમંત્રીએ વિમોચન કર્યું.

ડિસ્કાઉન્ટ સાથે ડ્રો

Ahmedabad Shopping Festival 95 દિવસ સુધી ચાલશે, જેમાં ગ્રાહકોને 15% થી 60% સુધીના વિશેષ ડિસ્કાઉન્ટ નો લાભ મળશે. વધુમાં, ખરીદી કરવા આવનારા ગ્રાહકોને BRTS અને AMTS માં મફત મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. ફેસ્ટિવલ દરમિયાન આયોજિત ડ્રોમાં ભાગ લેનારાઓને આકર્ષક ઇનામો જીતવાની તક પણ મળશે. રાજ્ય સરકાર દર પાંચ વર્ષે આ ફેસ્ટિવલ નું આયોજન કરે છે. આ વર્ષે આ ફેસ્ટિવલ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી યોજાઈ રહ્યો છે,

અમદાવાદ આકાશ માં બલુન ઉડાવી Ahmedabad Shopping Festival નો ભવ્ય પ્રારંભ

Ahmedabad Shopping Festival એ દુબઈ અને સિંગાપોર જેવા શહેરો માં યોજાતા શોપિંગ ફેસ્ટિવલ ની જેમ જ, અમદાવાદ માં પણ શોપિંગ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સહયોગથી 12 ઓક્ટોબર (દશેરા) થી 14 જાન્યુઆરી (ઉત્તરાયણ) સુધી ચાલશે. આ 95 દિવસના ફેસ્ટિવલ ની ઉજવણી સિંધુભવન રોડ, CG રોડ, કાંકરિયા-મણિનગર રોડ અને નિકોલ મોડલ સ્ટ્રીટ સહિત કુલ 14 સ્થળોએ થશે. 10 ઓક્ટોબર સુધીમાં હોટલ, રેસ્ટોરન્ટ, મોટી બ્રાન્ડ્સની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને નાના વેપારીઓ પણ આ ફેસ્ટિવલમાં જોડાશે. આમાં ભાગ લેવા માટે વેપારીઓ અને ગ્રાહકોને રજિસ્ટ્રેશન કરવું પડશે. વધુમાં, ફેસ્ટિવલમાં ભાગ લેનારા માટે મફત બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.

આ ફેસ્ટિવલમાં જ્વેલર્સો પણ ભાગ લેશે. 2024ના અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 10 ઓક્ટોબર સુધીમાં 1000થી વધુ વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડાવા માટે સંપર્ક કર્યો હતો. જાણીતી બ્રાન્ડ્સ માં રિલાયન્સ રિટેઇલ, ITC નર્મદા, ક્રાઉન પ્લાઝા, Zomato અને Bookmyshow શો જેવી મોટી બ્રાન્ડેડ કંપનીઓ અને રિટેલર્સ પણ આ ફેસ્ટિવલમાં ભાગ લે તેવી શક્યતા છે. તેઓ દ્વારા ગ્રાહકોને 10% થી 60% સુધીના ડિસ્કાઉન્ટ ની ઓફર આપવામાં આવશે. સાથે જ, CG રોડ, શિવરંજની અને માણેકચોક ના જ્વેલર્સો પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે,

1 thought on “અમદાવાદ આકાશ માં બલુન ઉડાવી Ahmedabad Shopping Festival નો ભવ્ય પ્રારંભ”

Leave a Comment