ગુજરાતમાં Driving licence કેવી રીતે મેળવવું: સંપૂર્ણ માર્ગદર્શિકા
ગુજરાતમાં Driving licence મેળવવું હવે ખૂબ જ સરળ બની ગયું છે. સરકાર દ્વારા પ્રાવિધાન કરવામાં આવેલ સરલ પ્રક્રિયા અંતર્ગત તમે ઓનલાઇન અથવા ઓફ લાઇન અરજી કરી શકો છો. ચાલો જાણીએ, કેવી રીતે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકાય અને તેની પ્રક્રિયા શું છે.
Table of Contents
1. ડ્રાઇવિંગ લાયસન્સ ના પ્રકારો
ગુજરાતમાં બે પ્રકારના લાયસન્સ મળે છે:
- લર્નર લાયસન્સ (Learner’s License): શરૂઆતમાં મળતું લાયસન્સ, જે 6 મહિના માટે માન્ય હોય છે.
- પરમનેન્ટ લાયસન્સ (Permanent License): લર્નર લાયસન્સ મેળવીને 30 દિવસ બાદ પરમનેન્ટ લાયસન્સ માટે અરજી કરી શકાય છે
2. લાયસન્સ માટે લાયકાત
વયમર્યાદા:
- મોટર સાયકલ વિથ આઉટ ( without )ગિયર માટે (જેમ કે સ્કૂટર) માટે તમે 16 વર્ષના હોવા જોઈએ.
- (લાઈટ મોટર વાહન)મોટર કાર અને બાકીના વાહનો માટે તમારું વય 18 વર્ષ હોવું જોઈએ.
- ટ્રાન્સપોર્ટ અથવા કોમર્શિયલ વાહનો માટે તમારું વય 20 વર્ષ હોવું જોઈએ. કોમર્શિયલ વાહન માટે 20 વર્ષની ઉંમર જરૂરી છે.
- શૈક્ષણિક લાયકાત: કોઈ ચોક્કસ શૈક્ષણિક લાયકાત નહીં.
- પ્રથમ લાયસન્સ: લાયસન્સ મેળવવા પહેલાં લર્નર લાયસન્સ મેળવવું ફરજિયાત છે.
અન્ય શરતો: જો તમે લર્નર લાયસન્સ મેળવી રહ્યાં છો, તો તમારે વાહન ચલાવતા સમયે ‘L’ (લર્નર) સાઇન લગાવવું ફરજિયાત છે. તમારી સાથે લાયસન્સ ધરાવતા વ્યક્તિને પણ બેસાડવું જરૂરી છે.
3.જરૂરી દસ્તાવેજો
આ એપ્લિકેશન માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:
- ઉંમરનો પુરાવો (જન્મ તારીખ નો દાખલો, અથવા શાળા છોડ્યા નું પ્રમાણપત્ર )
- સરનામાનો પુરાવો (આધાર કાર્ડ, વિજળીના બિલ, ચૂંટણી કાર્ડ વગેરે)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- મેડિકલ સર્ટિફિકેટ (જો જરૂરી હોય તો) (ખાસ કરીને હેવી વાહન માટે)
4. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા
સત્તાવાર વેબસાઇટ માટે ( અહી જુઓ )
- સાઇટ પર જાઓ: ગુજરાતના RTO (Regional Transport Office) વેબસાઈટ અથવા Sarthi Parivahan પર જઈને, ઓનલાઇન લાયસન્સ અરજી માટેના પોર્ટલ પર જઈને ‘Apply for Driving License’ પસંદ કરો.
- ફોર્મ ભરો: તમારું નામ, સરનામું, જન્મ તારીખ જેવી મૂળભૂત માહિતી ભરો.
- દસ્તાવેજ અપલોડ કરો: જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને પોર્ટલ પર અપલોડ કરો.
- ફી ભરો: અરજી પ્રક્રિયા માટેની ફી ઓનલાઇન જમા કરો.
- ટેસ્ટ માટે અપોઈન્ટમેન્ટ બુક કરો: લર્નર લાયસન્સ માટે લેખિત પરીક્ષા માટે તારીખ પસંદ કરો.
5. લર્નર લાયસન્સ ની પ્રક્રિયા
લર્નર લાયસન્સ માટે તમને ઓનલાઇન થિયરી ટેસ્ટ આપવી પડે છે, જે તમારા વાહન અંગેના નકશા, માર્ગ-નિયમો, ટ્રાફિક સિંબોલ્સ વગેરે વિષય પર આધારિત રહેશે.
ટેસ્ટ પાસ કરવા માટે તમે વેબસાઇટ પર ઉપલબ્ધ મોક ટેસ્ટ પણ આપી શકો છો.
- Driving licence ઓનલાઇન ટેસ્ટ: અરજી પછી તમારે લર્નર લાયસન્સ માટે થિયેરીકલ ટેસ્ટ આપવો પડશે. જે કોમ્પ્યુટર પર પરીક્ષા લેવામાં આવે છે
- પરિક્ષામાં પાસ થવું: પરીક્ષામાં પાસ થયા પછી તમારું લર્નર લાયસન્સ તમારા સરનામે મોકલવામાં આવશે. અથવા તમને ત્યાં તરત જ સ્થળ ઉપર આપવામાં આવે છે
કયા વાહન માટે કઈ કેટેગરી છે?
- LMV ( Light Motor Vehicle ): કાર અને સામાન્ય વાહનો માટે.
- MCWG (Motorcycle with Gear): બાઇક અથવા સ્કૂટર જે ગિયર્સ ધરાવે છે.
- HMV (Heavy Motor Vehicle): ટ્રક, બસ અને અન્ય હેવી વાહન માટે.
6. પરમનેન્ટ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા
- લર્નર લાયસન્સ મળ્યા પછી 30 દિવસ પછી અને 6 મહિના પહેલાં તમને પરમનેન્ટ લાયસન્સ માટે અરજી કરો.
- પ્રેક્ટિકલ ટેસ્ટ: તમને આરટીઓ દ્વારા વાહન ચલાવવાની કસોટી લેવાશે. જે તમારે રૂબરૂ જઇને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે
- કસોટી પાસ થયા પછી તમને પરમનેન્ટ લાયસન્સ અપાશે.
જ્યારે તમે પરમનેન્ટ Driving licence માટે અરજી કરો છો, ત્યારે તમને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ આપવી પડે છે.આ ટેસ્ટમાં તમારું વાહન નિયંત્રણ, માર્ગ નિયમોનું પાલન અને બાકીના ડ્રાઇવિંગ કૌશલ્ય ચકાસવામાં આવે છે. તમે પરીક્ષા RTO દ્વારા જ આપી શકો છો.જો તમે પરીક્ષા પાસ કરો છો, તો તમારું લાયસન્સ તમારી નોંધાયેલા સરનામે મોકલવામાં આવશે.
7. ફી સ્ટ્રક્ચર
- લર્નર લાયસન્સ માટે: ₹150 (અંદાજે) ( પર એન્ટ્રી )
- પરમનેન્ટ લાયસન્સ માટે: ₹200 (અંદાજે)
8. મહત્વપૂર્ણ સૂચનાઓ
- Driving licence માટે અરજી કરતી વખતે તમારા બધા દસ્તાવેજો સાચા હોવા જોઈએ.
- લાયસન્સ ટેસ્ટ આપતી વખતે તમારું વાહન અને તેનાં પેપર્સ બરાબર હોવા જોઈએ
ઑફલાઇન અરજી પ્રક્રિયા
જો તમે ઓનલાઈન અરજી નહીં કરવી હોય, તો તમે આસપાસના RTO કચેરીમાં જઈને ડાયરેક્ટ પણ અરજી કરી શકો છો, તે માટે:
- અરજી ફોર્મ RTO કચેરીમાંથી મેળવો.
- જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરો અને કચેરીમાં જમા કરો.
- લર્નર લાયસન્સ માટે તમારે લેખિત પરીક્ષા RTO કચેરીમાં જ આપવી પડશે.
ગુજરાતમાં વિવિધ શહેરોમાં RTO કચેરીઓ આવેલી છે, અને દરેક જિલ્લામાં આવેલી છે, અહીં તમે ઑફ લાઇન Driving licence માટે અરજી પણ કરી શકો છો.
સર્ટિફિકેટ અને ટ્રેનિંગ (ખાસ કરીને હેવી વાહન માટે)
હેવી મોટર વાહન માટે અરજી કરતી વખતે તમને મેડિકલ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ સ્કૂલનું પ્રમાણપત્ર જરૂરી છે, જે RTO દ્વારા માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાંથી મળવું જોઈએ.
Gujarat RTO Helpline
જો તમારી Driving licence અરજી પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી આવે, તો તમારે RTOની હેલ્પલાઇન અથવા તમારા નજીકની કચેરીનો સંપર્ક કરી શકો છો. RTO વેબસાઇટ પર પણ ઘણા પ્રશ્નોના જવાબ સરળતાથી મળી રહે છે.
આ માહિતી Gujarat RTO વેબસાઇટ અથવા Sarathi Parivahan વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જ્યાં તમે વધુ વિગતો મેળવી શકો છો અને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી મેળવી શકો છો.
આ રીતે તમે ગુજરાતમાં સરળતાથી Driving licence મેળવી શકો છો.
1 thought on “લાયસન્સ કેવી રીતે મેળવશો Driving licence Apply in Gujarat”