Motorola એ લોન્ચ કર્યો બજેટ ફોન Edge 50 Neo
Table of Contents
Motorola Edge 50 Neo 5G, જે 50MP કેમેરા, 8GB રેમ, અને સાથે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ, Motorola Edge 50 Neoમાં 4310mAh બેટરી આપવામાં આવી છે,સેલ્ફી માટે 32MP કેમેરા છે. Motorola Edge 50 Neo 5G એક સ્માર્ટફોન છે, જેની કિંમત અંદાજે 23999/- રાખવામાં આવી છે, અને HDFC Bank નું કાર્ડ વાપરશો તો ડિસ્કાઉન્ટ પણ આપે છે, જે 24 September થી Flipkart પર જોવા મળશે.
ડિઝાઇન અને ડિસ્પ્લે
Motorola Edge 50 Neo 5G એક સ્ટાઇલિશ અને પ્રીમિયમ લુક ધરાવતો સ્માર્ટફોન છે. સુપર HD 1.5 k સપોર્ટ, અને 6.4 ઇંચનો pOLED ( પોલેડ )ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. HD+ રિઝોલ્યુશન સાથે સ્ક્રીનનો રંગદ્રષ્ટિ શાનદાર છે અને વિવિધ કલર્સ આપે છે, જે વિડિયો અને ગેમિંગ માટે આદર્શ છે.
કેમેરા પરફોર્મન્સ
Motorola Edge 50 Neo 5Gમાં, 50MP પ્રાયમરી કેમેરા અને 13MP અલ્ટ્રા-વાઇડ 10MP ટેલિફોટો કેમેરા છે. એમ ત્રણ કેમેરા સાથે ફોટોગ્રાફીનો અનુભવ શાનદાર છે, ખાસ કરીને દિવસના પ્રકાશમાં. નાઇટ મોડ પણ સારી તસવીરો આપે છે, પરંતુ તે બાકી સ્માર્ટફોન સાથે સરખામણીએ થોડી ઓછી અસરકારક છે. સેલ્ફી માટે 32MPનો ફ્રન્ટ કેમેરા છે, જે સોફ્ટવેર ટ્યુનિંગ સાથે આવે છે અને ફોટો ઇફેક્ટને અનુકૂળ બનાવે છે.
પ્રદર્શન (Performance)
આ સ્માર્ટફોન Mediatek Dimensity 7300 પ્રોસેસરથી ચાલે છે, જે આજના માપદંડ મુજબ સરસ પ્રદર્શન કરે છે. 8GB RAM અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે, તમે એકસાથે મલ્ટિટાસ્કિંગ અને હેવી ગેમ્સ પણ રમી શકો છો. Motorola ની ક્લીન સોફ્ટવેર સ્ટોક Android 14 સાથે સ્મૂથ અને ઝડપી ઉપયોગિતાનો અનુભવ મળે છે.
બેટરી લાઇફ
મોટોરોલા Edge 50 નિઓ 5Gમાં 4310mAh ની બેટરી છે, જે આ સરસ આઉટપુટ આપે છે. જો તમે સામાન્ય ઉપયોગ કરો છો, તો આ બેટરી તમને આખો દિવસ ચાલશે. 68W ફાસ્ટ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે, આ સાથે, ફોનને ઝડપથી ચાર્જ કરી શકાય છે
5G સપોર્ટ અને કનેક્ટિવિટી
Motorola Edge 50 Neo 5Gની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 5G સપોર્ટ કરે છે. આ ફોનમાં અન્ય કનેક્ટિવિટી વિકલ્પો જેવા કે Wi-Fi 6, Bluetooth 5.2, અને USB Type- C છે.
નિષ્કર્ષ
Motorola Edge 50 Neo 5G એ મિડ-રેન્જ સ્માર્ટફોન છે જે નવો ડિઝાઇન, સારો કેમેરા પ્રદર્શન, અને સ્મૂથ 5G કનેક્ટિવિટી સાથે આવે છે. જો તમારે સારી ડિઝાઇન, શ્રેષ્ઠ ડિસ્પ્લે અને વિશ્વસનીય પ્રદર્શનવાળો સ્માર્ટફોન જોઈએ છે, તો Motorola Edge 50 Neo 5G તમારા માટે યોગ્ય પસંદગી છે.
1 thought on “Motorola Edge 50 Neo બજેટ ફોન”