ગુરુ ધુંધળીનાથે 1700 વર્ષ પહેલાં પાલનપૂર અંબાજી હાઈવે પર વડગામ તાલુકાના મુમનાવાસ થી નજીક અરવલ્લી પહાડીઓ વચ્ચે એક મનોહર કુદરતી સ્થાન પાણીયારી ખાતે ( PANIYARI ASHRAM ) આશ્રમની સ્થાપના કરી હતી, એવું માનવામાં આવે છે કે ગુરુ ધુધળીનાથ વંચિતો ની દુર્દશા દૂર કરતા હતા, લોકો તેમના આશીર્વાદ માટે તેમની પાસે આવતા હતા, અને તેમના આશીર્વાદથી ભક્તોની તેમની ઇચ્છાઓ પૂરી થતી હતી, ભક્તો આજે પણ અહીં દર્શન માટે ઉમટી પડે છે કારણ કે તેઓ માને છે કે તેમની ઈચ્છાઓ પૂરી થાય છે.
અહીં ધુંધળીનાથ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, આજુબાજુના અનેક લોકો અહીં દર્શન કરવા આવે છે. બાળક રામગીરી મહારાજ આખા આશ્રમ વહીવટ સંભાળે છે. વધુમાં, મહારાજ આખા વર્ષથી અહીંના અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, આધાર વિનાના લોકોને પણ આ આશ્રમમાં રાખવામાં આવે છે. તેમને તમામ સુવિધાઓ મળે છે.
Table of Contents
PANIYARI ASHRAM: વસંત પંચમી ના રોજ મેળો ભરાય છે
ગુરુ ધુંધળીનાથના આશ્રમ પર દર વર્ષે વસંત પંચમીનો મોટો મેળો ભરાય છે, આજુબાજુના ગામ ના લોકો પહેલા પુત્રના પ્રસંગે શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોટ કરવાનો અહીં મહિમા છે. આજે પણ પાણીયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત ની ટોચ ઉપર ચડી પૂજા કરે છે.
પીકનીક પોઇન્ટ PANIYARI ASHRAM

કારણ કે તે અરવલ્લીની ટેકરીઓ વચ્ચે આવેલું છે, આ આશ્રમ ચોમાસાની ઋતુમાં ઝરણા અને લીલીછમ વનસ્પતિઓથી ખૂબસૂરત બની જાય છે, લોકો અહીં ફરવા જાય છે, દર્શન ઉપરાંત, ઘણાને આ વિસ્તારો માં ઝરણાઓમાં નાહવા ગમે છે, ચોમાસા દરમિયાન, આકર્ષક દ્રશ્યો વચ્ચે આ પિકનિક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. પરિણામે આ પાણીયારી આશ્રમ હવે જાણીતો બન્યો છે.