Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

ABHA Card Benefits

By Sohan Desai

Updated On:

Follow Us
ABHA Card Benefits

ABHA કાર્ડ ના ફાયદા જાણો

આભા કાર્ડ, જે (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) કાર્ડ તરીકે પણ ઓળખાય છે, ભારત સરકારની આરોગ્ય સેવાઓને ડિજિટાઈઝ કરવાની દિશામાં એક મહત્ત્વાકાંક્ષી પહેલ છે. ABHA Card Benefits આ કાર્ડની મદદથી ભારતીય નાગરિકો પોતાના સ્વાસ્થ્ય સાથે સંબંધિત રેકોર્ડ્સને સુરક્ષિત અને ડિજિટલ રૂપમાં સંગ્રહિત કરી શકે છે, જ્યારે જરૂર પડે ત્યારે કોઈપણ આરોગ્ય સેવાઓ પૂરી પાડનારા દ્વારા અથવા આપણે સરળતાથી જોઈ શકીએ છે.

આભા કાર્ડ શું છે

આભા કાર્ડ એ આધાર કાર્ડ આધારિત ડિજિટલ હેલ્થ કાર્ડ છે, જે તમામ ભારતીય નાગરિકોને ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ આપવામાં આવે છે.ABHA Card Benefits આ કાર્ડનો મુખ્ય ઉદેશ્ય એ છે કે લોકોના આરોગ્ય સંબંધિત તમામ માહિતી એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે, જેથી સ્વાસ્થ્ય સેવાઓ લેવામાં કોઈ મુશ્કેલી ન થાય. આ કાર્ડની મદદથી નાગરિકો પોતાના દવાખાના, દર્દીની માહિતી, લેબ ટેસ્ટ વગેરે અંગેના ડિજિટલ રેકોર્ડ્સ એક જ જગ્યા એ રાખી શકે છે. અને ગમે ત્યારે મોબાઈલ ની મદદ થી જોઈ શકે છે.

આભા કાર્ડના ફાયદા (ABHA Card Benefits)

ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ્સ: (ABHA card Benefits ) આભા કાર્ડ ધરાવનાર વ્યક્તિ પોતાના આરોગ્યની તમામ વિગતો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત કરી શકે છે, જે ભારતમાં કે વૈશ્વિક સ્તરે પણ જરૂર પડે ત્યારે ઍક્સેસ કરી શકે છે.

અસરકારક સારવાર: આ કાર્ડના માધ્યમથી ડોક્ટર અથવા દવાખાના માં સરળતાથી તમારા આરોગ્યનો ઇતિહાસ જોઇ શકાય છે, જેથી તેઓ ઝડપથી અને યોગ્ય રીતે સારવાર આપી શકે.

ગોપનીયતા અને સુરક્ષા: આભા કાર્ડના તમામ ડેટા સુરક્ષિત રીતે સ્ટોર થાય છે અને માત્ર માલિકની મંજૂરી પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે. ABHA Card Benefits તમારું આરોગ્ય રેકોર્ડ કોઈ બીજા વ્યક્તિ સાથે શેર નથી થતું.

સરળ ઍક્સેસ: ડિજિટલ સ્વાસ્થ્ય સેવાઓના માધ્યમથી કોઈપણ દવાખાનામાં તમને સરળતાથી ઓળખી શકાય છે અને તમારા આરોગ્યની ત્વરિત તપાસ થઈ શકે છે. જે ઇમર્જન્સી કેસ માં બહુ જરૂરી હોય છે.

ABHA Card (આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ) બનાવવાનો પ્રોસેસ ખાસ સરળ છે. ABHA કાર્ડ તમને તમારા તમામ આરોગ્ય રેકોર્ડ્સને ડિજિટલ કરવાની અને તે જ પ્રકારની મેડિકલ સેવા નો લાભ લેવા સહાય કરે છે. આ કાર્ડ Ayushman Bharat Digital Mission (ABDM) હેઠળ તૈયાર કરાયું છે. ABHA નંબર એ 14 અંકનો નંબર છે જે તમને ભારતના ડિજિટલ હેલ્થકેર ઇકોસિસ્ટમમાં સહભાગી તરીકે વિશિષ્ટ રીતે ઓળખાણ અપાવે છે .જેના દ્વારા તમે તમારી હેલ્થ રિપોર્ટ્સ, પ્રિસ્ક્રિપ્શન્સ અને અન્ય મેડિકલ ડોક્યુમેન્ટ્સને ઓનલાઈન મેડિકલ પ્રોવાઇડર્સ સાથે શેર કરી શકો છો.

આભા કાર્ડ કેવી રીતે બનાવવું?

આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે રજિસ્ટ્રેશન: તમારે ABHA પોર્ટલ અથવા આરોગ્ય સેવાઓ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા રજિસ્ટ્રેશન કરવું પડે છે.

વ્યક્તિગત માહિતી સબમિટ કરવી: રજિસ્ટ્રેશન દરમ્યાન તમારે તમારું નામ, જન્મતારીખ, મોબાઇલ નંબર આધાર કાર્ડ મુજબ ની માહિતી આપવી પડે છે.

ડિજિટલ હેલ્થ આઇડી ( ID )પ્રાપ્ત કરો: તમામ પ્રક્રિયા પૂરી થયા પછી તમને ડિજિટલ આઇડી (ABHA નંબર એ 14 અંકનો નંબર છે ) મળશે, જેને તમે ઉપયોગમાં લઈ શકશો.

આભા કાર્ડ બનાવવા માટે તમારે નીચેની સ્ટેપ્સ ને અનુસરવાની જરૂર છે

ઓનલાઇન રજીસ્ટ્રેશન:

તમારું આધાર કાર્ડ નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરીને રજીસ્ટર કરો.
જો તમારું આધાર કાર્ડ સાથે ફોન નંબર લિંક થયેલો હશે, તો OTP પ્રોસેસ દ્વારા તમારી ઓળખ થકી નંબર જનરેટ થશે.

ઓફલાઇન ABHA કાર્ડ:

જો તમારી પાસે ડિજિટલ એક્સેસ નથી, તો તમે નજીક ના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ ABHA કાર્ડ બનાવી શકો છો.

અંતિમ શબ્દ

આભા કાર્ડ ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ છે. તે તમામ નાગરિકોને તેમના આરોગ્યને વધુ સારું બનાવવામાં મદદ કરશે.ABHA Card Benefits ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સેવાઓ સરળ અને સસ્તી બને છે, અને દરેક વ્યક્તિના આરોગ્ય રેકોર્ડ્સ ડિજિટાઈઝ થાય છે, જે ભવિષ્યમાં આરોગ્યના ક્ષેત્રમાં વધુ સારું પરિવર્તન લાવશે.