Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Ahmedabad Mahesha Palanpur ₹ 262.56 કરોડ ખર્ચે બનશે સીક્સ લાઇન રોડ અને બ્રિજ

By Sohan Desai

Updated On:

Follow Us
Ahmedabad Mahesha Palanpur

Ahmedabad Mahesha Palanpur ને હાઇ સ્પીડ કોરીડોર બનાવવા સરકાર ની પહેલ

Ahmedabad Mahesha Palanpur રોડને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા માટે ₹262.56 કરોડ ફાળવવાનો મહત્વ નો નિર્ણય CMO ભૂપેન્દ્રભાઈ પટેલ.

રાજ્ય ને મળશે એક નવી દિશા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Ahmedabad Mahesha Palanpur માર્ગને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાના ઉદ્દેશ્યે ₹262.56 કરોડ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ રાધનપુર ચોકડી પર નવા છ-લેન ફ્લાયઓવર બ્રિજ અને નાગલપુર ચોકડી તથા ઉનાવા ખાતે નવા છ-લેન વ્હીકલ અન્ડરપાસનું નિર્માણ કરવામાં આવશે.

મુખ્ય મંત્રીશ્રી એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા-ઊંઝા-સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર મજબૂત રોડ નેટવર્ક બનાવવાના હેતુથી, વર્ષ 2023-24માં 9 ક્રોસિંગ પર ફ્લાયઓવર, અન્ડરપાસ અને 3 નદીઓ પર નવા બ્રિજ મંજૂર કર્યા છે.

આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને ઝડપ મળશે તેવું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારતા, ગુજરાતના મુખ્યમંત્રી તથા અન્ય નેતાઓએ આ પ્રોજેક્ટને રાજ્ય માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે. Ahmedabad જિલ્લાઓમાંથી પસાર થનારા આ કોરિડોરની મદદથી ન માત્ર પરિવહન ઝડપશે, પણ રાજ્યમાં નવા રોકાણ અને રોજગારની તકો પણ ઊભી થશે, જેની સફળતાથી ગુજરાતના વિકાસને નવી દિશા મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના આ નિર્ણયને કારણે ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે.

રોડ બનવા ના ફાયદા

વિકાસ માટે રસ્તા ઓ મહત્વપૂર્ણ છે, રસ્તાઓ દ્વારા ગામ, શહેર અને દેશ વચ્ચે કનેક્ટિવિટી સુધરે છે, જેનો અર્થ છે કે વ્યવસાય, શિક્ષણ અને આરોગ્ય સેવા વધુ સુલભ અને સારી બને છે.વાહન વ્યવહારમાં રસ્તા હોવાથી પરિવહન સરળ અને ઝડપી બને છે, જેમાં સમય અને બળતણની બચત થાય છે.

રસ્તા થી આર્થિક વિકાસ માં ફાયદો થાય છે, રસ્તાઓ એક સ્થળેથી બીજા સ્થળ ને જોડે છે, જે વાણિજ્ય અને વેપાર માટે ના આધાર ને પુરો પાડે છે. સારો માર્ગ અને નેટવર્ક પર્યટકોને આકર્ષે છે, જે પર્યટન ઉદ્યોગના વિકાસ માટે મદદરૂપ થાય છે. રસ્તા ઓ લોકોને સામાજિકતા સાથે જોડાયેલા રાખે છે, જે સામાજિક બંધન અને સંબંધો વધારે મજબૂત બનાવે છે. સારી સડક વ્યવસ્થા પ્રવાહિત જીવનમાં અને સારી સુવિધા લાવે છે, જે દરેકની દૈનિક જરૂરિયાતોને પૂરી કરે છે.

1 thought on “Ahmedabad Mahesha Palanpur ₹ 262.56 કરોડ ખર્ચે બનશે સીક્સ લાઇન રોડ અને બ્રિજ”

Leave a Comment