AMC Recruitment 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધોરણ 10 પાસ માટે જાહેરાત બહાર પાડી છે, જગ્યા નું નામ સહાયક લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે. ભરતી ની કુલ જગ્યા 20 પોસ્ટ ની છે.
AMC Recruitment 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધોરણ 10 પાસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની જાહેરાત બહાર પાડી છે, પોસ્ટ નું નામ સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, અરજી ની છેલ્લી તારીખ 5/12/2024 નક્કી કરેલ છે.
ભરતી ની કુલ જગ્યા 20 છે, આ જાહેરાત માટે રસ ધરાવતા ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાવાર વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Table of Contents
AMC Recruitment 2024 ભરતી માટે લાયકાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે જાહેર કરવામાં આવેલ અરજી કરનાર ઉમેદવારે અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અથવા વેટેનરી સાયન્સ અને પશુપાલનમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા નો કોર્સ કરેલ હોવો જોઈએ. અરજી કરનાર ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી જાણવા માટે વેબસાઇટ પર આપેલું ઓફિસિયલ નોટિફિકેશન વાંચવું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે વયમર્યાદા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેર કરવામાં આવેલ ઉમેદવારો માટે ની વયમર્યાદા ઉંમર 33 વર્ષ થી વધુ ન હોવી જોઈએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારો માટે આ વયમર્યાદા લાગુ પડશે નહીં.
Ahmedabad Municipal corporation Recruitment 2024
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિભાગ | સી.એન.સી.ડી ( CNCD ) |
પોસ્ટ નું નામ | સહાયક લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર |
કુલ જગ્યા | 20 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5/12/2024 |
અરજી કરવાની રીત | ઓનલાઇન ( Online ) |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
AMC Recruitment 2024 પગાર ધોરણ
અમદાવાદ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવેલ આ ભરતી માં પસંદ કરવામાં આવેલ ઉમેદવારને ₹26000/- રૂપિયા ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. અરજદાર ના ત્રણ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ લેવલ-4 મેટ્રિક્સ ₹25,500/- થી ₹81,100/- પગાર ચૂકવવામાં આવશે, તથા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં નો પણ સમાવેશ કરવામાં આવશે.
અરજી ફી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની સામાન્ય અને બક્ષીપંચ માટે ₹ 500 અને SC/ ST માટે ₹250 નક્કી કરેલ છે