IDBI બેંકે 2024 માટે નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે, IDBI bank Recruitment 2024 આ ભરતી અભિયાન હેઠળ વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ તો આ તમારી માટે એક સારી તક છે.
Table of Contents
IDBI Bank ESO Recruitment 2024
IDBI ESO પોસ્ટ માટે ભરતી કરશે,લાયક ઉમેદવારો અહીં આપેલ સીધી લિંક દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
IDBI બેંકે એક્ઝિક્યુટિવ સેલ્સ અને ઓપરેશન્સ (ESO) પોસ્ટ માટે અરજીઓ આમંત્રિત કરી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો IDBI બેંકની અધિકૃત વેબસાઇટ idbibank.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાન સંસ્થામાં 1000 જગ્યાઓ ભરશે.
IDBI bank Recruitment 2024 માટે મુખ્ય પદો:
એક્ઝિક્યુટિવ – સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO)
કુલ ખાલી જગ્યા:
No of Vacancies | UR | SC | ST | OBC | EWS | PwBd |
1000 | 448 | 127 | 94 | 231 | 100 | 40 |
ગુજરાત માટે સ્થળ:
Ahmedabad/ Gandhinagar/Anand/Jamnagar/Mehsana/Rajkot/Vadodara
શૈક્ષણિક લાયકાત:
IDBI bank Recruitment 2024 માટે જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માગે છે તેમની પાસે સરકાર/સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત/માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ
ઉંમર મર્યાદા:
પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવારનો જન્મ 2 Oct 1999 ઑક્ટોબર થી 1 Oct 2004 ની વચ્ચે થયેલ હોવો જોઈએ
ચયન પ્રક્રિયા:
IDBI bank Recruitment 2024 પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ (OT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV), પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)નો સમાવેશ થાય છે. ઓનલાઈન ટેસ્ટમાં લોજિકલ રિઝનિંગ, ડેટા એનાલિસિસ અને ઈન્ટરપ્રિટેશન, અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને જનરલ/ઈકોનોમી/બેંકિંગ અવેરનેસ/કોમ્પ્યુટર/આઈટીના પ્રશ્નો હશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો છે.
અરજી ફી:
અરજી ફી SC/ST/PwBD ઉમેદવારો માટે ₹250/- છે, અને અન્ય તમામ ઉમેદવારો માટે ₹1050/- છે, ફી ની ચુકવણી ડેબિટ કાર્ડ્સ (RuPay/Visa/MasterCard/Maestro), ક્રેડિટ કાર્ડ્સ, ઈન્ટરનેટ બેન્કિંગ, IMPS, કેશ કાર્ડ્સ/મોબાઈલ વોલેટ્સનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે
મહત્વપૂર્ણ તારીખો Application Begin : 07/11/2024 Last Date for Apply Online : 16/11/2024 Fee Payment Last Date: 16/11/2024 Exam Date : 01/12/2024 Admit Card Available : Before Exam | Application Fee General / OBC/ EWS: 1050/- SC / ST / PH : 250/- Pay the Examination Fee Through Debit Card, Credit Card, Net Banking, IMPS, Cash Card, Mobile Wallet |
Apply Online | અરજી માટે અહી Click કરો |
અરજી કરવાની પ્રક્રિયા:
- ઉમેદવારોને IDBI બેંકની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઑનલાઇન અરજી ફોર્મ ભરવું પડશે.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ફી ભરીને અરજીની પુષ્ટિ કરવી પડશે.