India Post GDS Recruitment 2025: ભારતીય પોસ્ટ દ્વારા વર્ષ 2025 માટે એક મહત્વપૂર્ણ ભરતી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રામીણ ડાક સેવક (GDS) ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે, ભારતના 23 પોસ્ટલ સર્કલમાં કુલ 21,413 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
Table of Contents
India Post GDS Recruitment Overview
વિગત
માહિતી
ભરતી માટેની સંસ્થા
ભારત પોસ્ટ ગ્રામિણ ડાક સેવક (GDS) ની 21,413 જગ્યાઓ માટે ભરતી
અરજી શરૂ થવાની તારીખ
10 ફેબ્રુઆરી, 2025
અરજી કરવાની અંતિમ તારીખ
3 માર્ચ, 2025
ફોર્મ માં સુધારો
6 માર્ચ થી 8 માર્ચ, 2025
ઉમર મર્યાદા
18 થી 40 વર્ષ (અનુસૂચિત જાતિ/જનજાતિ માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ અને દિવ્યાંગ માટે 10 વર્ષની છૂટ)
શૈક્ષણિક લાયકાત
10 મા ધોરણ માં ગણિત અને અંગ્રેજી પાસ હોવું જોઈએ, સ્થાનિક ભાષાનું જ્ઞાન અને કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત
અરજી પ્રક્રિયા
1. ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન 2. ઓનલાઇન ફોર્મ ભરવું 3. જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા 4. ફી ચૂકવવી (SC/ST/PWD માટે મફત) 5. સબમિટ કરી પ્રિન્ટ કાઢવો
ઉમેદવારોએ વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક માહિતી ભરવી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના હોય છે.
અરજીઓ ફક્ત ઓનલાઈન મોડમાં જ https://indiapostgdsonline.gov.in પર સબમિટ કરવાની રહેશે, અન્ય કોઈપણ માધ્યમથી પ્રાપ્ત અરજીઓ સ્વીકારવા માં આવશે નહીં અને આ સંદર્ભમાં કોઈપણ સંદેશાવ્યવહાર/જવાબ આપવામાં આવશે નહીં.
નોંધણી, ફી ચુકવણી, અરજી સાથે અપલોડ કરવાના દસ્તાવેજો વિગતવાર સૂચનાઓ પરિશિષ્ટ-II માં આપવામાં આવી છે.