Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Manav Kalyan Yojana Gujarat 2025 : માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકારની આધુનિક સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી

By Sohan Desai

Published On:

Follow Us
Manav Kalyan Yojana Gujarat

Manav Kalyan Yojana Gujarat : ગુજરાત રાજ્ય સરકાર અનેક જનકલ્યાણકારી યોજનાઓ શરૂ કરી રહી છે, જેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માનવ કલ્યાણ યોજના. આ યોજના હેઠળ નાના વ્યવસાયકારોને સાધનોની સહાય આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું રોજગાર શરૂ કરી શકે અને આત્મનિર્ભર બની શકે.

આ યોજના ના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, તો સત્વરે ફોર્મ ભરી આ યોજના નો લાભ મેળવો.

Manav Kalyan Yojana Gujarat શું છે?

માનવ કલ્યાણ યોજના એ ગુજરાત રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક યોજના છે. આ યોજના હેઠળ લઘુ આવક ધરાવતા લોકોને રોજગાર માટે જરૂરી સાધનો પૂરા પાડવામાં આવે છે, જેનાથી તેઓ પોતાના પગે ઊભા રહી શકે.

યોજનાના મુખ્ય હેતુઓ

  • ગરીબ વર્ગના લોકોને રોજગાર આપવા માટે ટેકો.
  • પારંપરિક કૌશલ્ય ધરાવતા કારીગરોને સાધનોની સહાય.
  • આત્મનિર્ભર ભારત અભિયાનને સમર્થન.

લાયકાત

માપદંડવિગતો
નાગરિકતાઅરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
વય16 થી 60 વર્ષ વચ્ચે
આવક મર્યાદાગ્રામ્ય વિસ્તાર માટે ₹6 લાખ / શહેરી વિસ્તાર માટે ₹6 લાખ
અન્ય શરતોસરકાર દ્વારા અગાઉ કોઈ સાધન સહાય મેળવેલું ન હોવું જોઈએ.

Manav Kalyan Yojana Gujarat દ્વારા કોને કોને લાભ મળે?

  • નાના વેપારીઓ
  • ઘરથી કામ કરતા લોકો
  • વેલ્ડિંગ, લોખંડ કામ કરનાર,સેન્ટિંગ કામ
  • સાઇકલ રીપેરિંગ કામદાર
  • બ્યુટી પાર્લર ચલાવનાર મહિલાઓ

Manav Kalyan Yojana Gujarat દ્વારા મળવા પાત્ર ટુલકીટ્સ નું નામ

ક્રમ નંટુલકીટ્સનું નામ
દૂધ દહીં વેચનાર
ભરતકામ
બ્યુટી પાર્લર
પાપડ બનાવટ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
પ્લમ્બર
સેન્ટિંગ કામ
ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ
અથાણા બનાવટ
૧૦પંચર કિટ

અરજી ની પ્રક્રિયા:-

ઑનલાઇન અરજી:

  1. e-kutir.gujarat.gov.in પર જાઓ
  2. “માનવ કલ્યાણ યોજના” પસંદ કરો
  3. નવા યુઝર તરીકે રજીસ્ટર કરો
  4. વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  5. અરજી સબમિટ કરો

જરૂરી દસ્તાવેજો:-

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ફોટોગ્રાફ
  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ / જનજાતિ માટે)
  • નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • બેંક પાસબુક

અરજી પછી ની પ્રોસેસ ?

અરજીની ચકાસણી બાદ પસંદગી થનાર લાભાર્થીઓને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સાધન વિતરણ કરવામાં આવે છે. કેટલીકવાર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.


સમાપન

માનવ કલ્યાણ યોજના ગુજરાત રાજ્યના શ્રમિક અને નાના વ્યવસાયકારો માટે એક આશાની કિરણ સમાન છે. સરકારના આ પ્રયાસથી હજારો લોકોને રોજગાર મળ્યો છે અને તેઓ આજે સફળતાથી પોતાના પગે ઊભા છે.

Leave a Comment