RTE દ્વારા શિક્ષણનો અધિકાર દરેક બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ મળવા માટેનો મૂળભૂત અધિકાર છે. તે સમાજના વિકાસ અને આર્થિક પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.16/3/2025 ના રાત્રીના 12:00 કલાક સુધી રાખવામાં આવેલ હતી.
પરંતુ સરકારે ફેરફાર કરી એક રાહત ના સમાચાર આપ્યા છે, નવા અપડેટ મુજબ હવે કેટેગરી ક્રમાંક: 8,9,11,12 અને 13 ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. 1.50 લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા.13/03/2025 ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. 6 લાખ કરવામાં આવેલ છે.
આથી, વાર્ષિક રૂ. 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. 15/04/2025, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે
ભારતમાં શિક્ષણના અધિકાર (RTE)ના મુખ્ય હેતુ:
- મફત અને ફરજિયાત શિક્ષણ – પ્રત્યેક બાળકને નજીકના શાળામાં મફત શિક્ષણ મેળવવાનો હક છે.
- કોઈ ભેદભાવ નહીં – શાળાઓ જાતિ, લિંગ અથવા આર્થિક પરિસ્થિતિના આધારે પ્રવેશ નકારી શકતી નથી.
- માપદંડ અને સુવિધાઓ – શાળાઓમાં યોગ્ય સુવિધાઓ હોવી જોઈએ જેમ કે વર્ગખંડ, પીવાના પાણી, શૌચાલય અને પ્રશિક્ષિત શિક્ષકો.
- 25% આરક્ષણ – ખાનગી શાળાઓએ આર્થિક રીતે નબળા વર્ગ માટે 25% બેઠકો અનામત રાખવી પડશે.
- કોઈ નાપાસ નહીં – ધોરણ 8 સુધીના બાળકોને નિષ્ફળ ગણવામાં આવશે નહીં અથવા શાળાથી કાઢી મૂકવામાં નહીં આવે.

શૈક્ષણિક વર્ષ 2025-26 RTE એક્ટ 2009 હેઠળ પ્રવેસ માટે નો કાર્યક્રમ
પ્રક્રિયા | સમય મર્યાદા |
નવી જાહેરાત પ્રસિદ્ધ કર્યા ની તારીખ | 15/03/2025 |
ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત ની તારીખ | 28/02/2025 |
લંબાવેલ છેલ્લી તારીખ | 15/04/2025 |
ફોર્મ ચકાસણી/રિજેક્ટ કરવાની તારીખ | 28/02/2025 થી 16/04/2025 |
રિજેક્ટ થયેલ ફોર્મ સુધારણા તારીખ | 21/04/2025 થી 23/04/2025 |
રિજેક્ટ થયેલ ફોર્મ ફરી ચકાસણી ની તારીખ | 21/04/2025 થી 24/04/2025 |
પ્રવેસ નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ | 28/04/2025 |
Table of Contents
તો વાલી ગણ તમારુ બાળક ધોરણ 1 માં પ્રવેસ માટે તૈયાર હોય, તો સમયસર ઓનલાઈન ફોર્મ ભરી તમારા બાળક ને ફી મુક્તિ અપાવી ધોરણ 12 સુધી મફત શિક્ષણ મેળવો
જરૂરી દસ્તાવેજો:
- બાળકનો જન્મ તારીખનો દાખલો
- રહેઠાણનો પુરાવો
- જાતિ/કેટેગરીનો દાખલો
- પાન કાર્ડ ( જો હોય તો )
- સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ આવકનો દાખલો ( 01/04/2022 પછી નો )
- છેલ્લા વર્ષ નું આવકવેરા રિટર્ન (જો લાગુ પડે તો)
- ઇન્કમ ટેક્સ ન ભરતા હોય તેવી સ્થિતિમાં (સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું)
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- માતા-પિતા / વાલી ની સહી નો નમૂનો
અરજી કરવાની પ્રક્રિયા:
- આરટીઈ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ https://rte.orpgujarat.com પર જાઓ.
- ‘ઓનલાઈન અરજી’ વિકલ્પ પસંદ કરો અને જરૂરી વિગતો ભરો.
- ફોર્મ સાથે નીચે દર્શાવેલ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ રાખો.
મહત્વપૂર્ણ તારીખ
નવી જાહેરાત પ્રસિદ્ધ કર્યા ની તારીખ | 15/03/2025 |
લંબાવેલ છેલ્લી તારીખ | 15/04/2025 |
મહત્વપૂર્ણ લિંક્સ
Official Notification | Click here |
Official Website | Click here |