Coaching Sahay Yojana : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી/વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બંને) તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થિનીને NEET, JEE, GUJCETની પરીક્ષાની પૂર્વતૈયારી માટે સરકાર તરફ થી 20,000/– ની કોચિંગ સહાય મળે છે
Coaching Sahay Yojana
ગુજરાત રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના (SEBC) તાલીમાર્થીઓ અને આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે ગુજરાત સરકાર દ્વારા કોચિંગ સહાય યોજના ચલાવવામાં આવે છે
યોજનાનું નામ | પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોચિંગ સહાય યોજના |
લાભ | SEBC સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થી (વિદ્યાર્થી) |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
કેટેગરી | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) |
સહાય ની રકમ | 20,000/- ( વીસ હજાર ) |
શિક્ષણ | ધો.10 પાસ |
એપ્લિકેશન ફોર્મનો પ્રકાર | ઓનલાઇન (Online) |
Table of Contents
યોજનાના મુખ્ય મુદ્દા:
સહાયની રકમ: રૂ.20,000 અથવા ખરેખર ચૂકવેલી ફી, બે પૈકી જે ઓછી હોય તે
પાત્રતા:
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો હોવો જોઈએ.
- કુટુંબની વાર્ષિક આવક રૂ.60000 લાખથી ઓછી હોવી જોઈએ.
- ધોરણ 10માં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ.
આવશ્યક દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- શૈક્ષણિક પ્રમાણપત્રો (ધોરણ 10 અને 12ની માર્કશીટ)
- બેંક પાસબુકની નકલ
- કોચિંગ સંસ્થાનું પ્રમાણપત્ર
- ફી ની પહોંચ
અરજી કરવાની પ્રક્રિયા:
- સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ.
- નવા યુઝર તરીકે રજીસ્ટર કરો અને લોગિન કરો.
- આવશ્યક માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- અરજી સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢો.
- પ્રિન્ટઆઉટ અને દસ્તાવેજોની નકલ જિલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા) અથવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા)ની કચેરીમાં જમા કરો.